હેપી હોલી ! મોરબીમાં આજે ઠેરઠેર હોલિકા દહન, બજારોમાં ખરીદી જામી

- text


લોકો હોળીની પ્રદીક્ષણા કરીને નાળિયેર,ખજૂર, ધાણી, પતાસા હોમી પોતાના ભીતરમાંથી આસુરી શક્તિનું દહન કરવાની પ્રાર્થના કરશે

મોરબી : મોરબીમાં શહેરીજનો હોળી અને ધુળેટીની મનભરીને ઉજવણી કરવા ભારે ઉત્સાહિત થયા છે, આજે રવિવારે હોળીના દિવસે છેલ્લી ઘડી સુધી બજારોમાં ધૂમ ખરીદી રહેવા પામી છે. બે દિવસથી બજારોમાં ખજૂર, પતાસા, ધાણી, દાળિયા ટોપરું હારડા તેમજ અવનવી પિચકારી અને રંગબેરંગી કલરોની ખરીદીની ધૂમ રહેવા પામી હતી.

મોરબીમાં આજે હોળી નિમિતે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોકે ચોકે પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવશે. લોકો હોળીની પ્રદીક્ષણા કરીને નાળિયેર,ખજૂર, ધાણી, પતાસા હોમી પોતાના ભીતરમાંથી આસુરી શક્તિનું દહન કરવાની પ્રાર્થના કરશે. જ્યારે બે દિવસથી બજારોમાં લોકો હોળી અને ધુળેટીની ખરીદી માટે ઉમટી પડતા હવે લોકો રંગોત્સવ મનાવવા માટે ભારે અધિરા હોવાનું દેખાઈ આવ્યું હતું. શહેરના બજાર વિસ્તાર નવા ડેલા રોડ, નહેરુ ગેઇટ ચોક, પરાબજાર, શનાળા રોડ, રવાપર રોડ, શાક માર્કેટ ચોક સહિતના વિસ્તારમાં ભારે ભીડ ઉમટી પડી હતી. અને હોળી માટે ખજૂર તેમજ પિચકારી અને કલરોની ખરીદી કરી હતી.

આજે રવિવારે રાત્રે હોળીના અવસર ઉપર રવાપર ગામ, સો – ઓરડી, રામ ચોક, લખધીરવાસ ચોક, વાવડી રોડ, પંચાસર રોડ, હાઉસિંગ બોર્ડ, અયોધ્યા પુરી ચોક, સહિતના વિસ્તારોમાં ઠેરઠેર ભારે આસ્થાપૂર્વક હોલિકા દહન કરવામાં આવશે.

- text

- text