100 વર્ષ પછી હોળી પર ચંદ્રગ્રહણ, સુતકની અસર નહીં રહે

- text


જ્યોતિષ જીગ્નેશભાઈ શાસ્ત્રીના મતે અંધશ્રધ્ધામાં પડ્યા વગર આપણા ધાર્મિક તહેવારો ઉજવવા જોઈએ

મોરબી : આ વર્ષે સો વર્ષના સમયગાળા બાદ હોળીના દિવસે ચંદ્રગ્રહણ છે, જો કે, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાને કારણે સુતકની કોઈ અસર નહીં થાય તેવું મોરબીના જાણીતા જ્યોતિષી જીગ્નેશભાઈ શાસ્ત્રીએ જણાવ્યું છે, આવતીકાલે 24મી માર્ચે સવારે 9.54 કલાકે ભદ્રા શરૂ થશે. જે 11.13 વાગ્યા સુધી ચાલશે.

જ્યોતિષ જીગ્નેશભાઈ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, હોળિકા દહન આવતીકાલે એટલે કે રવિવારે થશે. આ દિવસે ભદ્રાના પ્રભાવમાં રહેશે. ભદ્રકાળને શુભ માનવામાં આવતું નથી. આમાં કોઈપણ પ્રકારની પૂજા કરવાની મનાઈ છે. એટલે ભદ્રા પછીના જ મુહૂર્તો શુભ રહે છે. હોળિકા દહન ભદ્રાના પૂછ ભાગમાં કરવામાં આવે તો તે શ્રેષ્ઠ રહેતું હોય છે. ભદ્રાનો પૂછ ભાગ સાંજે 7:56 થી શરૂ થાય છે.જે થી રાત્રે 9:56 થી 12:52 સુધી હોળી પ્રગટાવવામાં કોઈ પણ પ્રકારનો દોષ રહેતો નથી. ખાસ ઉપરોક્ત સંસ્કૃત ભાષાના ધર્મસિંધુ અને નિર્ણયસિંધુના પ્રમાણ આપેલા છે. જેથી અંધશ્રધ્ધામાં પડ્યા વગર આપણા ધાર્મિક તહેવારોને આપણે ઉજવીએ.

- text

આ વર્ષે હોળિકા દહનના દિવસે ચાર શુભ યોગો રચાઈ રહ્યા છે. જેમાં સિદ્ધિ યોગ, રવિ યોગ, ગંડ યોગ અને બુધાદિત્યનો સંયોગ સામેલ છે. દિવસ દરમિયાન વૃધ્ધિ યોગ, બુધાદિત્ય યોગ, વશી યોગ અને સનફળ યોગ બનવાથી દિવસ ખૂબ જ શુભ રહેશે. આ શુભ યોગોમાં હોળિકા દહન અને હોળી થવાના કારણે દેશમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિની સંભાવનાઓ રહેશે.

- text