મોરબીમાં દુહા, છંદ સાથે હોલિકા દહનનો કાર્યક્રમો યોજાશે

- text


મોરબી : મોરબીના રવાપર રોડ પર નિલકંઠ સ્કૂલની સામે આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં 24 માર્ચના રોજ હોળી નિમિત્તે દુહા, છંદ અને હોલિકા દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.

વિશ્વકર્મા સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી હોલિકા દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 24 માર્ચ ને રવિવારના રોજ રાત્રે 7-45 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે. સાથે જ દુહા, છંદ કાર્યક્રમ પણ યોજાશે. આ હોલિકા દહન કાર્યક્રમમાં આસપાસની સોસાયટીના સભ્યો દર્શનનો લાભ લેશે. રાત્રે 12.30 કલાકે હોલિકા દહન પૂર્ણ થયા બાદ સૌને પ્રસાદી આપવામાં આવશે તેમ સોસાયટીના પ્રમુખ એ.કે. ઠોરીયા દ્વારા જણાવાયું છે.

- text

- text