વાંકાનેરમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ધમધમતું જુગારધામ પકડાયું

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે શહેરની જડેશ્વર ચેમ્બરમાં ટ્રાન્સપોર્ટ ઓફિસમાં દરોડો પાડી જુગારધામ ઝડપી લઈ રોકડા રૂપિયા 2,27,500ના મુદામાલ સાથે છ જુગારીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરમાં આવેલ જડેશ્વર ચેમ્બરમાં ટ્રાન્સપોર્ટની ઓફીસમાં ટ્રાન્સપોર્ટર સુભાષભાઈ ગોવિંદભાઈ લોખીલ દ્વારા જુગારધામ શરૂ કરવામાં આવ્યું હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડતા આરોપી સુભાષભાઈ ગોવિંદભાઈ લોખીલ, કાર્તિકભાઈ ભગવાનજીભાઈ કુણપરા, મીહીરભાઈ જીતેન્દ્રભાઈ દોશી અને જુગલભાઈ ડાયાભાઈ નામના આરોપીઓ તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા 1,37,500 તેમજ મોબાઈલ અને વાહનો કિંમત રૂપિયા 90 હજાર મળી 2,27,500નો મુદામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધાર મુજબ કાર્યવાહી કરી હતી.

- text