ધોરણ-10 ગુજરાતીના પેપરમાં મોરબી જિલ્લાના 2 પરીક્ષાર્થી ગેરહાજર

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે તારીખ 21 માર્ચના રોજ ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં કૂલ 430 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 428 પરીક્ષાર્થી હાજર રહ્યા હતા અને 2 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા હતા. જ્યારે વ્યાકરણમ (સંસ્કૃત પ્રથમ)માં તમામ 12 પરીક્ષાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી હતી. આમ ગુજરાતીના પેપરમાં 2 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા.

- text