મોરબીની બીએડની છાત્રાઓએ બી.આર.સી ભવનની મુલાકાત લીધી

- text


મોરબી : મોરબીની આરઓ પટેલ બી.એડ કોલેજના બીજા સેમેસ્ટરની વિદ્યાર્થીનીઓએ બી.આર.સી ભવનની મુલાકાત લીધી હતી. આચાર્ય કમલેશ ભોરણીયાના પ્રેરણાત્મક માર્ગદર્શન હેઠળ યોજાયેલી વિઝિટમાં શિક્ષણગણ ડૉ.સાપરિયા, ધર્મિષ્ઠા દસાડિયા, અરૂણા સાણજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

બી.એડના અભ્યાસક્રમમાં સીઆરસી અને બીઆરસીની ફરજો ઉપરાંત શિક્ષણના વર્તમાન પ્રવાહો વિશેની જાણકારી અત્યંત અગત્યની બની જાય છે ત્યારે, આજની આ વિશિષ્ટ મુલાકાતમાં બીઆરસી કોઓર્ડીનેટર ચિરાગ આદ્રોજા દ્વારા વર્તમાન સમયમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કઈ રીતે શિક્ષણ આપી શકાય તેનું માર્ગદર્શન કરવામાં આવ્યું તેમજ ક્યું.આર.કોડ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક ગેમ રમાડવામાં આવી.

આ તકે, કો-ઓર્ડીનેટર ચંદ્રકાંત બાવરવા દ્વારા ફરજો, કામગીરીની રૂપરેખા તેમજ વર્તમાન સમયમાં સ્વિફ્ટ ચેટ, સ્વમૂલ્યાંકન, સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ જેવા મહત્વના મુદ્દાઓ અંગે પ્રશિક્ષણાર્થીઓને વિશદ્ સમજ આપવામાં આવી. ત્યારબાદ સી.આર.સી કો-ઓર્ડીનેટર ઉમેશ પટેલ દ્વારા G-Shala, ઓઆરએફ દ્વારા વાચનનું મૂલ્યાંકન કરે રીતે કરાય છે તે સમજાવ્યું. વિદ્યાર્થીનીઓના ઉત્સાહ માટે પ્રશ્નોતરી સ્પર્ધા રાખી સાચા જવાબો આપનાર વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text

- text