Morbi : ચૂંટણીના અનુસંધાને ગ્રુપ/બલ્ક SMS અને સોશિયલ મીડિયા પર નિયંત્રણો મુકાયા

- text


મોરબી : ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ગુજરાત રાજ્યમાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. વાંધાજનક એસ.એમ.એસ.(ટુંકા સંદેશ સેવા)/તમામ Social Media Platforms/અન્ય ઇલેક્ટ્રોનીક માધ્યમનો દુરૂપયોગથી અનિચ્છનિય બનાવ ન બને મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં તમામ ચૂંટણી પ્રક્રિયા થાય તેવા હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ અને મોરબી જિલ્‍લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરી દ્વારા તા.૦૮/૦૫/૨૦૨૪ વિવિધ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વીઆઇ, બી.એસ.એન.એલ.(સેલ વન), રીલાયન્સ જીયો, એરટેલ તેમજ Wi-Fi સર્વીસ પ્રોવાઇડર વિગેરે જેવી કંપનીઓએ સમગ્ર મોરબી જિલ્લા વિસ્તારમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા, સક્ષમ સતાધીશ/સમિતિ દ્વારા પ્રસારણ માટે પ્રમાણિત થયા ન થયા હોય તેવા અને મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં શાંતિપુર્ણ ચૂંટણી પ્રક્રિયાને દુષિત કરે તેવા ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ./Social Media Platforms/અન્ય ઇલેક્ટ્રોનીક માધ્યમો દ્વારા પ્રસારીત કરવા કે કરવા દેવા નહીં તથા રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ./Social Media Platforms/અન્ય ઇલેક્ટ્રોનીક માધ્યમો દ્વારા મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે, તા.૦૫/૦૫/ર૦૨૪ થી તા.૦૭/૦૫/ર૦૨૪ સુધી સંપૂર્ણ પણે પ્રસારણને પ્રતિબંધીત કરવાનું રહેશે.

- text

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરવું ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ બીન જામીનલાયક ફોજદારી ગુનો હોવાનું જાહેર કરાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text