મોરબીના નાગડાવાસ ગામે બંધ મકાનમાંથી 3 લાખનો દારૂ ઝડપાયો

- text


મોરબી તાલુકા પોલીસે સપાટો બોલાવી એક આરોપીને દબોચી લીધો

મોરબી : મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે બંધ પડેલ મકાનમાં વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી 3લાખથી વધુના દારૂના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો હતો.

મોરબી તાલુકા પોલીસને બાતમી મળેલ હતી કે, જુના નાગડાવાસ ગામે આરોપી દેવાયતભાઇ ઉર્ફે ભાનુભાઇ મુળુભાઇ ઉર્ફે બચુભાઇ ખાંભરાના મકાનમાં તથા તેઓના મકાનની બાજુમાં આવેલ બંધ મકાનમાં ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી પોતાના માણસો દ્વારા ચોરીછુપીથી તેનુ વેંચાણ કરે છે જેથી તાલુકા પોલીસે આરોપીના મકાનમાં તેમજ બાજુમાં આવેલ બંધ મકાનમાં આવેલ રસોડાનુ તાળુ તોડી તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 818 બોટલ કિંમત રૂપિયા 3,07,090 ,લઈ આવતા આરોપી દેવાયતભાઇ ઉર્ફે ભાનુભાઇ મુળુભાઇ ઉર્ફે બચુભાઇ ખાંભરા વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

આ સફળ કામગીરી પીઆઇ કે.એ.વાળા, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના હેડ કોન્સટેબલ રઘુવિરસિંહ પરમાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સટેબલ દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, વનરાજભાઇ ચાવડા, હરેશભાઇ આગલ, પોલીસ કોન્સટેબલ ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીથભાઇ લોખીલ, કેતનભાઇ અજાણા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, કુલદિપભાઇ કાનગડ, પૃથ્વીરાજસિંહ જાડેજા,દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.

- text