16 માર્ચનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 16 માર્ચ, 2024 છે. આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ફાગણ, પક્ષ સુદ, તિથિ સાતમ, વાર શનિ છે. ત્યારે જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મહત્વપૂર્ણ ઘટનાઓ

1995 – ભારતમાં પોલીયોની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેની અનુસંધાને ભારતમાં દર વર્ષે 16 માર્ચે નેશનલ વેક્સીનેશન ડે (રાષ્ટ્રીય રસીકરણ દિવસ) ઉજવાય છે.

1998 – ચીનના રાષ્ટ્રપતિ જિઆંગ ઝેમિન આગામી કાર્યકાળ માટે ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

1999 – ફેન્ટમ જેવા કોમિક પાત્રના પિતા લિયોન લી ફોકનું નિધન.

2003 – ગ્રીન સ્મિથ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ કેપ્ટન બન્યા.

2004 – રશિયામાં નવ માળની ઈમારતમાં વિસ્ફોટ, 21ના મોત.

2005 – સંયુક્ત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી-જનરલ કોફી અન્નાને UNCTAD ના નવા પ્રમુખ તરીકે સુપચાય પનીચપાકડીની નામાંકિત કરી.

2006 – ઇરાનમાં ચૂંટણીના ત્રણ મહિના પછી નવી સંસદે શપથ લીધા.

2007 – દક્ષિણ આફ્રિકાના હર્શલ ગિબ્સે એક ઓવરમાં છ છગ્ગા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

2008 – પરવેઝ મુશર્રફે પાકિસ્તાનમાં મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નાગરિક સબરજિત સિંહના ડેથ વોરંટ પર હસ્તાક્ષર કર્યા હતા. વેન જિયાબાઓ ચીનના વડાપ્રધાન તરીકે ફરીથી ચૂંટાયા.

2009 – વિદેશ મંત્રાલયમાં વિશેષ સચિવ સરત સભરવાલને પાકિસ્તાનમાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. યુએસ પ્રશાસને શિવાલિક વર્ગના ત્રણ સ્ટીલ્થ ફ્રિગેટ્સમાં અમેરિકન એન્જિન લગાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

- text


પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ


1693 – મલ્હારરાવ હોલકર – ઇન્દોરના હોલકર વંશના પ્રણેતા.

1877 – ન્હાનાલાલ ગુજરાતી કવિ, સાહિત્યકાર.

1901 – પોટી શ્રીરામુલુ – ગાંધીજીના અનુયાયી સ્વતંત્રતા સેનાની.

1901 – પી.બી. ગજેન્દ્રગડકર – ભારતના ભૂતપૂર્વ સાતમા મુખ્ય ન્યાયાધીશ.

1906 – અંબિકા પ્રસાદ દિવ્યા – ભારતના જાણીતા શિક્ષણવિદ અને હિન્દી લેખક.

1916 – દયાકિશન સપ્રુ – હિન્દી સિનેમાના પ્રખ્યાત વિલન અને ફિલ્મ નિર્માતા.

1938 – અલી માનિકફાન – ભારતીય દરિયાઈ સંશોધક, ઇકોલોજીસ્ટ અને શિપબિલ્ડર.

1956 – તનુશ્રી શંકર – ભારતની ક્લાસિકલ ડાન્સર.

1958 – બિપિન રાવત – ભારતના પ્રથમ ‘ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’.


પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ


1947 – અયોધ્યા સિંહ ઉપાધ્યાય – પ્રખ્યાત કવિ, લેખક

1957 – પી.એસ. કુમારસ્વામી રાજા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી.

1955 – વિજાનંદ ત્રિપાઠી – પ્રખ્યાત હિન્દી લેખક.

1963 – એમ.પી. શાસ્ત્રી – ભારતના ભૂતપૂર્વ બીજા મુખ્ય ન્યાયાધીશ.

2007 – વસંત પરીખ, ગુજરાત રાજ્યના રાજકારણી, સામાજિક કાર્યકર, લેખક, આંખના સર્જન અને આયુર્વેદિક ડૉક્ટર (જ. ૧૯૨૯)


(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)


- text