ખેડૂતોને ખરાઈ પ્રમાણપત્રમાંથી મુક્તિ આપવા મુખ્યમંત્રીને રજૂઆત

- text


સિનિયર સિટીઝન કાઉન્સિલ મોરબી દ્વારા રજુઆત કરાઈ

મોરબી : પોતાના જ જિલ્લાના તાલુકામાં ખેતીની જમીન ખરીદતી વખતે માંગવામાં આવતા ખેડૂત ખરાઈ અંગેના પ્રમાણપત્રમાંથી મુક્તિ આપવા માટે સિનિયર સિટીઝન કાઉન્સિલ મોરબી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

- text

સિનિયર સિટીઝન કાઉન્સિલ મોરબી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, કોઈ ખેડૂત એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ખેતીની જમીન ખરીદે ત્યારે ખરાઈનું પ્રમાણપત્ર માંગે તે વ્યાજ્બી છે પરંતું જ્યારે પોતાના જિલ્લાના જ તાલુકામાં કોઈ જમીન ખરીદ કરે છે ત્યારે તેમની પાસેથી જમીન ખાતે કરવા ખરાઈનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે તે યોગ્ય નથી. કેમ કે જે જિલ્લામાં જમીન ખરીદે ત્યાં પ્રાંત અધિકારી તથા રેવન્યુ વિભાગના અધિકારી ઓનલાઈન ખાતેદાર છે કે નહીં તે જોઈ શકે છે. માટે પોતાના જિલ્લામાં જમીન ખરીદતી વખતે ખરાઈનું પ્રમાણપત્ર કઢાવવામાંથી ખેડૂતોને મુક્તિ આપવી જોઈએ તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

- text