પાટીદાર સમાજ વેપારી નહિ સેવા ભાવિ છે : કાંતિલાલનો વિપુલ ચૌધરીને જવાબ

- text


પક્ષ બદલા કરનાર વિપુલ ચૌધરીને મોરબી પાટીદાર સમાજની સેવાઓનો હિસાબ પણ આપ્યો

મોરબી : મહેસાણા ખાતેથી પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજની સંસ્થાઓનું વ્યાપારી કરણ થયું હોવાનું અને સેવભાવના ઓછી થયા અંગેનું નિવેદન આપતા મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ તેઓને બરાબરનો જવાબ આપી પાટીદાર સમાજ સેવાભાવી જ હોવાનું અને તમામ ક્ષેત્રે સેવાની ભાવના સાથે જોડાયેલ હોવાનું જણાવી મોરબીમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતિરૂપ જવાબ આપ્યો હતો.

- text

વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે કરેલા વિવાદિત નિવેદનનો જવાબ આપતા ધારાસભ્ય કાંતિલાલે જણાવ્યું હતું કે,મોરબીમાં પાટીદાર સમાજના છાત્રાલયમાં સામાજિક ભેદભાવ વગર તમામ જ્ઞાતિઓની દીકરીઓને ભણાવવામાં આવી રહી છે એ જ રીતે અન્ય સંસ્થાઓમા પણ દાનની સરવાણી વહાવનારા દાતાઓના સહયોગથી સેવાના કામો ચાલી રહ્યા છે.

વધુમાં કાંતિલાલે ઉમેર્યું હતું કે, વિપુલ ચૌધરી તમે મોરબી એલઇ કોલેજમાં ભણ્યા ત્યારથી તમને ઓળખું છું અને તમે કરેલા પક્ષ પલટા પણ અમને યાદ છે એટલે નાહકના પાટીદાર સમાજના સેવાકાર્યો સામે આંગળી નહિ ચીંધવા સ્પષ્ટ ભાષામાં જણાવ્યું હતું.

- text