ઇન્ટર ડિપાર્ટમેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબી જિલ્લા પંચાયતની ટીમ વિજેતા

- text


મોરબી : મોરબી પોલીસ હેડક્વાટર ખાતે રેવન્યું, પોલીસ, પંચાયત અને કોર્ટ જ્યુડિશિયલ ઈલેવન વચ્ચે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મોરબી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા પંચાયતની ટીમ વિજેતા બની હતી.

- text

ફાઈનલ મેચ પોલીસ ઈલેવન અને પંચાયત ઈલેવન વચ્ચે રમાઈ હતી. જિલ્લા પંચાયત મોરબીની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 116 રન બનાવ્યાં હતા. પંચાયત ઇલેવન તરફથી પ્રશાંત દલસાણીયાએ 38, રાહુલ બળાઈએ 27, લલિત ગોહેલે 26 રન નોંધાવ્યાં હતા. પોલીસ ઈલેવન તરફથી શક્તિસિંહ ઝાલાએ 3 ઓવરમાં 12 રન આપી 2 વિકેટ ઝડપી હતી. જિલ્લા પંચાયત ટીમ તરફથી જયદીપસિંહ ગોહિલે 3 વિકેટ લઇ શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટમાં બલભદ્રસિંહ ઝાલા સેમિફાઈનલમાં અને રાહુલ બળાઈએ ફાઇનલમાં મેન ઓફ ધી મેચ રહી ટ્રોફી મેળવી હતી. સેમિફાઇનલમાં જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી, જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી, ચીફ ડિસ્ટ્રીક જજ સાહેબે ઉપસ્થિત રહી ટીમોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમનાં કોચ તુષારભાઈ બોપાલિયા અને મેનેજર દિનેશભાઈ હુંબલએ ટીમને જીત બદલ અભિનંદન પાઠવ્યાં હતા.

- text