બોલેરો રેલવે ટ્રેકમાં ફસાઈ ગઈ, ચાલક નાસી ગયો

- text


મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા નટરાજ ફાટકે ઉતાવળે પોતાની ગાડી કાઢવા એક બોલેરો ચાલકે પ્રયાસ કરતા બોલેરો ગાડી રેલવે ટ્રેકમાં ફસાઈ ગઈ હતી બાદમાં ફટાફટ ગાડી કાઢી બોલેરો ચાલક નાસી જતા બનાવ અંગે રેલવે પોલીસે અજાણ્યા બોલેરા ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા તજવીજ શરૂ કરી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારના સમયે મોરબીના સામાકાંઠે આવેલા નટરાજ ફાટકે બે ફાટક આવેલ હોય જેમાં ઉતાવળે પોતાની બોલેરો ગાડી કાઢવા એક શખ્સે રેલવે ટ્રેક ઉપર બોલેરો ચડાવી દીધી હતી અને બાદમાં બોલેરો રેલવે ટ્રેકમાં ફસાઈ જતા થોડો સમય ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. બનાવ અંગે મોરબી રેલવે પોલીસે નાસી ગયેલા બોલેરો ચાલક વિરુદ્ધ ગુઝો દાખલ કરાવવા તજવીજ શરૂ કરી છે.

- text