મોરબીમાં વિશિપરામાં દોઢેક વર્ષ પહેલાં બનેલ રોડમાં ભુવા પડ્યા

- text


સ્થાનિકોએ જાતે ભુવા બુર્યા છતાં ન બુરાયા, તંત્રને રજુઆત પણ કોઈ કાર્યવાહી નહિ

મોરબી : મોરબીમાં વિશિપરામાં દોઢેક વર્ષ પહેલાં બનેલ રોડ ઉપર મસ મોટા ભુવા પડી ગયા છે. અહીં સ્થાનિકોએ જાતે જ ભુવા બુરવાના પ્રયત્નો કર્યા પણ બુરાતા ન હોય, તંત્ર પણ કોઈ પગલાં લેતું ન હોય રોષની લાગણી જન્મી છે.

- text

સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિશિપરામાં ધોળેશ્વર સ્મશાન રોડ દોઢેક વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. આ રોડના કામમાં લોટ પાણીને લાકડા જેવું થયું હતું. અંદર પોલ જ હોય, મોટા ભુવા પડી ગયા છે. જેમાં ટ્રેક્ટરથી માટી નાખી બુરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છતાં ભુવા યથાવત સ્થિતિમાં છે. આ ઉપરાંત અનેક જગ્યાએ રોડ બેસી પણ ગયો છે. આ મામલે એકાદ મહિના પહેલા તંત્રને રજુઆત કરવામાં આવી હતી. છતાં કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.

- text