મોરબીમાં ધારાસભ્યના જન્મ દિવસે સરકારી કર્મચારીઓના મોં મીઠા કરાવાયા

- text


મોરબી : ગઈકાલે મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિવસ નિમિત્તે ભાજપના સક્રીય કાર્યકર અનિલભાઈ સોલંકીએ મોરબીની સરકારી કચેરીઓમાં અધિકારીઓને મોં મીઠા કરાવ્યા હતા.

- text

મોરબી – માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ આગળ વધેલા અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા એવા લક્ષ્મીનગર (રોટરી નગર) રહેવાસી અનિલભાઈ સોલંકી દ્વારા ગઈકાલે મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના 62માં જન્મ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત કચેરી, કલેકટર કચેરી અને એસ.પી કચેરીમાં તમામ અધિકારીથી માંડીને કર્મચારીઓને ચોકલેટ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું અને જન્મ દિવસની હરખભેર ઉજવણી કરવામાં આવી હતી.

- text