મોરબીમાં વિશ્વ મહિલા દિનની અનોખી ઉજવણી કરતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી

- text


મોરબી : વિશ્વ મહિલા દિન નિમિત્તે મોરબીના મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે સેનેટરી નેપકીન બર્નિંગ (ડિસ્પોસલ) મશીન આપવામાં આવ્યું હતું. આ મશીનનું વિતરણ કરીને વાતાવરણમાં ફેલાતા પ્રદુષણને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલાં પણ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા શાળામાં 60 પેકેટ સેનેટરી પેડ અને 140 સેનેટરી નેપકિન્સ, સેનેટરી નેપકીંગ વેડીંગ મશીન પણ આપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોએ હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.

- text