વેરો ભરો ! મોરબીમાં વધુ બે મિલ્કત સીલ કરી દેતી નગરપાલિકા

- text


લાખો રૂપિયાના બાકી વેરા પેટે જુના બસસ્ટેન્ડ નજીક દોશી ટાવર અને ધરતી ટાવરની બે મિલ્કતો સીલ કરવામાં આવી

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા માર્ચ એન્ડિંગ નજીક આવતા જ વેરા વસુલાતનો લક્ષ્યાંક સિદ્ધ કરવા ધડાધડ નોટિસો ફ્ટકારવાની સાથે બાકી વેરો વસૂલવા મિલ્કતો સીલ કરવા કડક કાર્યવાહી શરૂ કરી છે જે અન્વયે અગાઉ બે મિલ્કતો સીલ કરવામાં આવ્યા બાદ ગુરુવારે જુના બસસ્ટેન્ડ નજીક આવેલ વધુ બે મિલ્કતો સીલ કરી બાકીદારોને તાકીદે વેરો ભરી જવા સાનમાં સમજાવ્યા છે.

મોરબી નગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા કરોડો રૂપિયાનો બાકી નીકળતો વેરો વસૂલવા માટે કડક ઉઘરાણી શરૂ કરી શહેરના તમામ મિલ્કત ધારકોને મંગાના નોટિસો ફરકારવાની સાથે વર્ષોથી મિલ્કત વેરો ન ભરતા 20 જેટલા આસામીઓ વિરુદ્ધ જપ્તી નોટિસ કાઢી હતી જેમાં અગાઉ લાખો રૂપિયાની વસુલાત માટે બે મિલ્કત જપ્ત કરી સીલ માર્યા બાદ ગુરુવારે જુના બસ સ્ટેશન પાસે સાવસર પ્લોટમાં આવેલા દોશી ટાવરના પહેલા માળે એમ.એમ. દોશી એન્ડ સન્સ (જુની સિન્ડીકેટ બેંક)નો 8,83,467 રૂપિયાનો વેરો ભરવાનો બાકી હોય એમ.એમ. દોશી એન્ડ સન્સને સીલ મારવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધરતી ટાવર નીચે સેલરમાં આવેલી ડોસાણી અમીનભાઈ અબ્દુલભાઈની મિલકતનો 6,06,852 રૂપિયાનો વેરો બાકી હોય આ મિલકતને સીલ કરવામાં આવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકા દ્વારા વારંવાર માંગણા નોટિસો આપવા છતાં પણ મિલકત ધારકો વેરો ન ભરતા હોય હાલમાં કરોડો રૂપિયાનો મિલ્કત વેરો બાકી હોય સાથે જ ટૂંક સમયમાં મોરબી પાલિકા મટી મહાનગરપાલિકા બનાવ જઈ રહી હોય ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા વેરા વસુલાત ઝુંબેશને સઘન બનાવી છે ત્યારે મોટા બાકીદાર એવા કુલ 20 લોકોને જપ્તીની નોટિસ આપવામાં આવતા 10 મિલકતધારકો વેરો ભરી ગયા છે જેથી બાકીના 10 સામેની કાર્યવાહીમાં છાર મિલ્કત સીલ કરી દેવામાં આવતા પાલિકાની કડક કાર્યવાહીથી બાકી વેરો હોય તેવા મિલકતધારકોમાં ફફડાટ ફેલાયો છે.

- text