મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી                  

- text


મોરબી : ઔદ્યોગિક નગરી તરીકે મોરબી શહેર નામાંકિત છે જ, પરંતુ શૈક્ષણિક બાબતે પણ એટલું જ જશનું ભાગીદાર છે, એનું ઉત્તમ ઉદાહરણ મોરબીમાં આવેલ દોશી એમ. એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલ છે.

જિલ્લા શ્રેષ્ઠ શાળા પસંદગીમાં જિલ્લામાંથી ત્રણ શાળાઓ પસંદ કરવાની હોય છે, જેમાં એક શાળા શહેરમાંથી અને બે શાળાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી પસંદ કરવામાં આવતી હોય છે. જેમાં શ્રેષ્ઠ શાળા તરીકે આ શાળા પસંદગી પામેલ છે.

આ શાળા સતત બાળકના ઉમદા, આદર્શ અને સર્વાંગી વિકાસ માટે નિરંતર અથાગ પ્રયત્નશીલ છે. શિક્ષણની સાથોસાથ શિક્ષણેત્તર ક્ષેત્ર જેમ કે વિવિધ સ્પર્ધાઓ, બાહ્ય પરીક્ષાઓ, વિવિધ પ્રવૃત્તિઓ, પ્રવાસ પર્યટન, ઔદ્યોગિક એકમોની મુલાકાત, ઉદ્યોગપતિ/શિક્ષણ શ્રેષ્ઠી/ વ્યક્તિ વિશેષના વ્યાખ્યાનો, ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રેષ્ઠ દેખાવ, SSC અને HSC બોર્ડ પરીક્ષાના શ્રેષ્ઠ પરિણામ,વિવિધ રાષ્ટ્રિય અને સામાજિક પર્વની ઉજવણી જેવા અનેક ક્ષેત્રમાં પ્રશંસનીય દેખાવ કરે છે. મૂલ્યોનો વિકાસ થાય તે માટે પ્રાર્થના કાર્યક્રમમાં ગુરૂજનો દ્વારા પ્રેરણાદાયી પ્રસંગોની વાતો રજૂ કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓમાં શાળા, શિક્ષણ અને સમાજ પ્રત્યે હકારાત્મકતા વિકસે.

- text

સરકાર તરફથી શ્રેષ્ઠ શાળાની પસંદગીમાં વિદ્યોતેજક મંડળ સંચાલિત દોશી અને ડાભી હાઈસ્કૂલ મોરબીની પસંદગી થતાં ટ્રસ્ટના પ્રમુખ ડૉ. અનિલભાઈ મહેતા, આચાર્ય ભરતભાઈ ગોપાણી, શાળા પરિવારના સર્વે સ્ટાફગણ અને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ. ચોમેરથી શાળા પરિવારના તમામ સદસ્યો પર અભિનંદનની પુષ્પવર્ષા થઈ રહી હોવાનું આચાર્ય ભરતભાઈ ગોપાણીની યાદી જણાવે છે.

- text