મોરબીના પાવડિયારી કેનાલ પાસે ગેસ ભરેલું ટેન્કર પલટ્યું, ફાયર બ્રિગેડ ઘટના સ્થળ

- text


મોરબી : મોરબીના પાવડિયારી કેનાલ પાસેથી પસાર થઈ રહેલું ગેસ ભરેલું ટેન્કર પલટી મારી ગયું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને ક્રેઈન ઘટના સ્થળે પહોંચ્યા છે.

મળતી વિગતો મુજબ, મોરબીના જેતપર રોડ પર પાવડિયારી કેનાલ પાસે લેપોનો કંપની પાસે ગેસ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેટની ટીમ અને ક્રેઈન ઘટના સ્થળે પહોંચ્યા છે અને કોઈ જાનહાનિ ન થાય તે માટેના પગલાં ભરવામાં આવ્યા છે.

- text

- text