મોરબીના જાંબુડિયા ગામે એક્ટિવા ઉપર દેશી દારૂની હેરફેર કરતા એક પકડાયો

- text


મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં ધર્મસિધ્ધિ સોસાયટીના ગેઇટ પાસેથી આરોપી સવજી સોમાભાઈ સારલા નામનો યુવાન રૂપિયા 70 હજારના એક્ટિવા ઉપર 50 લીટર દેશી દારૂ લઈને નીકળતા મોરબી તાલુકા પોલીસે ઝડપી લઈ કુલ 71 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ દેશી દારૂનો આ જથ્થો આરોપી સવજી અરજણ કોળી રહે.પાનેલી ગામ વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી પાનેલી ગામના સવજીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

- text

- text