દેખાવની દારૂબંધી ! મોરબીમાં રસ્તા વચ્ચે આરામ ફરમાવતો દારૂડિયો !

- text


બે દિવસ પૂર્વે ભક્તિનગર સર્કલ નજીક રોડની વચ્ચોવચ્ચે સુતેલા દારૂડિયા વીડિયો બાદ વધુ એક વીડિયો વાયરલ

મોરબી : મોરબી પોલીસ દરરોજ લાખો રૂપિયાનો દેશી વિદેશી દારૂ પકડી રહી છે છતાં પણ પ્યાસીઓ ગને ત્યાંથી પીવાની વ્યવસ્થા ગોઠવી લઈ 50 નો દારૂને મોરબી મારું કરી ટ્રાફિકથી ધમધમતા જાહેર માર્ગને બાનમાં લેવા પ્રયાસ કરતા હોવાનો વધુ એક વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મોરબીના માધાપર વિસ્તારમાં આજે દારૂના નશામાં ચકચૂર બનેલા એક શખ્સે રીતસર ટ્રાફિકથી ધમધમતા માર્ગને બાનમાં લેવા પ્રયાસ કરી નશામાં ભાન ભૂલી રોડ ઉપર જ આળોટવા લાગતા અહીંથી પસાર થતા વાહન ચાલકો સંભાળી સંભાળીને પસાર થતા હતા.

ઉલ્લેખનીય છે કે મોરબી પોલીસ દરરોજ દેશી વિદેશી દારૂના અનેક કેસ કરી કેટલાક કિસ્સામાં તો લાખો રૂપિયાનો દારૂ પકડી બુટલેગરને કાયદાના સકંજામાં લઈ રહ્યા છે છતાં પણ હમ નહિ સુધીરેંગે ઉક્તિ મુજબ દારૂડિયા નશામાં ચૂર બનીને ખેલ કરી રહ્યા છે ત્યારે બે દિવસ પૂર્વે ભક્તિનગર સર્કલ નજીક આજે માધાપરમાં આ બીજી ઘટના સામે આવતા હવે પીધેલા શખ્સોને મોરબીમાં પોલીસની બીક ન હોવાનું મનાઈ રહ્યું છે.

- text

- text