જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ટંકારાના મેઘપર ઝાલાની શાળાનો દબદબો

- text


વિવિધ સ્પર્ધામાં 8 વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો

મોરબી : મોરબી જિલ્લાકક્ષાએ ખેલ મહાકુંભમાં મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અલગ અલગ સ્પર્ધામાં 8 રેન્ક મેળવ્યા છે.

ખેલ મહાકુંભમા અંડર 14ની ખોખોની ગર્લ્સ ટીમ જિલ્લામાં ત્રીજા ક્રમે, અંડર 17 લાંબી કુદમા સિંગાડ સકમી જિલ્લામાં પ્રથમ, અંડર 17 400મીટર દોડમાં સિંગાડ સકમી જિલ્લામાં ત્રીજો, અંડર 17 200 મીટર દોડમાં પરમાર મિતલ જિલ્લામાં બીજો, અંડર 14 લાંબી કુદમા સિંગાડ પિન્કી જિલ્લામાં પ્રથમ, અંડર 14 400 મીટર દોડમા સિંગાડ પિન્કી જિલ્લામાં પ્રથમ, અંડર 14 600 મીટર દોડમા ડામોર ઈતન જિલ્લામાં ત્રીજો તથા અંડર 11 લોગ જમ્પમા સિંગાડ અંગુરીએ જિલ્લામાં ચોથો ક્રમ હાસલ કર્યો છે. આમ આ તમામ વિદ્યાર્થીઓ હવે પાંચ રમતમાં રાજ્ય કક્ષાએ રમવા જશે.

આ શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ પણ ભવ્ય પ્રદર્શન કર્યું હતું. જેમાં અંડર 14 ખોખો ભાઈઓ, ખોખો બહેનો અને કબડ્ડી રમતાં ત્રણ ટીમોએ ભાગ લીધો હતો. જેમા ખોખો બહેનોની ટીમ પ્રથમ નંબર, અંડર 11, 14,17 એથ્લેન્ટીક રમતમાં 15 ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમાં 1 થી 3 નંબરમાં 10 ખેલાડીઓએ નંબર મેળવ્યા હતાં. નાની સરકારી શાળામાંથી 40 ખેલાડીઓએ તાલુકા ભાગ લઈને 20 ખેલાડીઓએ જિલ્લામાં પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. શાળાના કોચ મનસુખભાઈ ખટાણાએ ખેલાડીઓને તૈયાર કરી અને વિદ્યાર્થીઓની મહેનતથી શાળા સિધ્ધિમાં વધારો કર્યો છે. શાળાના આચાર્ય રોહિતભાઈ ચિકાણી અને શાળાના શિક્ષકો અને મેઘપર ઝાલાના ગ્રામજનોએ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

- text

- text