મોરબીમાં પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા રવિવારે સમૂહ લગ્નોત્સવ 

- text


મોરબી : મોરબીમાં પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા આગામી તા.18ને રવિવારના રોજ નવલખી રોડ ઉપર રોકડીયા હનુમાન પાસે બાગબાન પાર્ટી પ્લોટ ખાતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 24 નવદંપતિઓ લગ્નના તાંતણે બંધાવવાના છે. આ વેળાએ બપોરે 3 કલાકે ગણેશ સ્થાપના, જાન આગમન, સાંજે 4 કલાકે સન્માન સમારોહ, સાંજે 6:30 કલાકે હસ્ત મેળાપ, સાંજે 6:30 કલાકે ભોજન પ્રસાદ અને સાંજે 8:30 કલાકે જાન વિદાય યોજાશે.

- text

- text