રાજકોટથી મોરબી આવવા વહેલા નીકળજો, નહીં તો ટ્રાફિકજામમાં ફસાઈ જશો 

- text


મોરબી : રાજકોટ – મોરબી વચ્ચે દરરોજ હજારો લોકો અપડાઉન કરી રહ્યા છે ત્યારે હાલમાં રાજકોટ બેડી ચોકડી નજીક રોડનું કામ ચાલુ થતા આજે બેથી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને હજુ પણ ત્રણેક દિવસ કામ ચાલુ રહે તેમ હોય ટ્રાફિકજામનો પ્રશ્ન રહેશે.

આજે મોરબીથી રાજકોટ આવતા અને રાજકોટથી મોરબી જતા લોકોને સવારે કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવું પડ્યું હતું. આજે માધાપર ચોકડીથી બેડી ચોકડી અને ત્યાંથી માલિયાસણ ચોકડીના હાઇવે રોડ પર ટ્રાફીક જામ સર્જાયો હતો. જેથી રાજકોટ ટ્રાફિક એસીપી જે.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

- text

રાજકોટ ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ બેડી ચોકડીથી માલિયાસણ ચોકડી સુધી એક સાઈડના રસ્તાનું કામ ચાલુ છે. જેથી એક લેન બંધ છે. જેના કારણે આ ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. હજુ ત્રણેક દિવસ કામ ચાલુ રહેવાનું હોવાથી આ સમસ્યા રહી શકે છે. જેથી રાજકોટથી મોરબી આવતા જતા લોકોએ સવારે ટ્રાફિકમાં ન ફસાવું હોય તો વહેલા નીકળવું મુનાસીબ મનાઈ રહ્યું છે.

- text