મોરબીમાં તા.17મીએ દાદા-દાદી સંમેલન તથા અંગદાન મહાદાનનો કાર્યક્રમ યોજાશે

- text


સરસ્વતી શિશુમંદીર શકત શનાળા ખાતે ભારતમાતા મંદિર તથા બાવન શક્તિપીઠ સ્થાપન નિમિત્તે આયોજન 

મોરબી : મોરબીના શકત શનાળા ખાતે આવેલ સરસ્વતી શિશુમંદીર વિદ્યાલય પરિસરમાં આવેલ ભારતમાતા મંદિર તથા બાવન શકિ‌તપીઠ ખાતે આગામી તા.17ના રોજ દાદા-દાદી સંમેલન તથા અંગદાન મહાદાનનો કાર્યક્રમ યોજાશે

મોરબીના સરસ્વતી શિશુમંદીર વિદ્યાલય પરિસરમાં આવેલ ભારતમાતા મંદિર ખાતે વૃદ્ધાવસ્થાનું શિક્ષણ કેવું હોય? અને આ અવસ્થાને સુખ અને આનંદપૂર્વક કેમ જીવી શકાય? આ વિષય પર ચર્ચા કરવા માટે દાદા-દાદી સંમેલનનું તા.17ને શનિવારે સવારે 9 કલાકે આયોજન કરેલ છે. વૃદ્ધાવસ્થાને રમણીય બનાવવા માટે આ કાર્યક્રમ ખૂબ ઉપયોગી થનાર હોવાનું જણાવી કોકોનવા લાભ લેવું નૂરોધ કર્યો છે, આ સંમેલનમાં કનુભાઈ કરકર (નિવૃત પ્રાચાર્ય-જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જુનાગઢ) વક્તા તરીકે અને અતિથિ તરીકે કંચનબેન લાલજીભાઈ ગોઠી તથા લાલજીભાઇ લક્ષમણભાઈ ગોઠી ઉપસ્થિત રહેવાના છે.

- text

આ ઉપરાંત શનિવારે રાત્રે 9 કલાકે ‘અંગદાન મહાદાન’ કાર્યક્રમ યોજાયો છે જેમાં આપણા શરીરનું શું મહત્વ છે અને જ્યારે આપણા માટે આ શરીર નકામું બની જાય ત્યારે અન્યના જીવનને કેવી રીતે ઉપયોગી થઈ શકે તે સમજાવવા માટે દિલીપજી દેશમુખ (સામાજિક કાર્યકર્તા) વક્તા તરીકે અને અતિથિ તરીકે ડૉ. હિતેશ પટેલ (કાન, નાક તથા ગળાના સર્જન) ઉપસ્થિત રહેવાના હોય નાગરિકોને બન્ને કાર્યક્રમમાં સહભાગી બનવા અનુરોધ કરાયો છે.

- text