મોરબીમાં ટ્રેન હડફેટે આઠેક ગાયોના મોત, 2ને ઇજા પહોંચતા ગૌશાળા ખસેડાઇ

- text


 

પીપળીયા ચાર રસ્તા ઉપરની ઘટના : સેવાભાવી યુવાનોએ મૃતક ગાયોની અંતિમ સંસ્કાર માટે તૈયારીઓ હાથ ધરી

મોરબી : મોરબીમાં પીપળીયા ચાર રસ્તા ઉપર દશેક ગાયોને ટ્રેન હડફેટે આવી જતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. જેમાં આઠેક ગાયોના મોત નિપજ્યા છે. જ્યારે બે ગાયો જીવતી હોય સેવાભાવી યુવાનોએ તાત્કાલિક આ ગાયોને યદુનંદન ગૌશાળાએ ખસેડી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે સાંજના અરસામાં પીપળીયા ચાર રસ્તા ઉપર ચોકડી પાસે ફાટક ઉપર દશેક ગાયો ઉભી હતી. અચાનક ટ્રેન પસાર થતા ટ્રેન હડફેટે તમામ ગાયો હવામાં ફંગોળાઈ હતી. આ બનાવમાં અંદાજે આઠ ગાયોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે ગાયો જીવતી હોય અહીંથી પસાર થતા સેવાભાવી યુવાનોએ આ ગાયોને સારવાર માટે યદુનંદન ગૌશાળા ખાતે મોકલી હતી. ઉપરાંત આ ગાયોએ ભારે મહેનતથી મૃતક તમામ ગાયોને રોડની એક્સાઈડ કર્યા હતા.

વધુમાં આઠેક મૃતક ગાયોના અંતિમ સંસ્કાર માટે પણ સેવાભાવી યુવાનોએ તૈયારીઓ શરૂ કરી છે. આ માટે ખાડો ખોદી અને જેસીબી વડે આ ગાયોને વિધિ અનુસાર તેમાં મૂકીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

- text

આ સેવાકાર્યમાં હરેશભાઇ ડાંગર, માધવ ભાળજા, વિનાયકભાઈ મેરજા, વિજયભાઈ મિયાત્રા, મહેશભાઈ મિયાત્રા, રાજ પડસુંબીયા, હર્ષદીપદીપ સિંહ જાડેજા ,ભરતભાઇ લોખીલ, રવિભાઈ ડાંગર રોકાયેલ છે.

- text