હળવદમાં પાણીના રૂ.41 કરોડના વિકાસ કામો સરકારમાંથી મંજુર, નવા 3465 નળ કનેક્શન અપાશે

- text


ધારાસભ્ય પ્રકાશ વરમોરાની મહેનત રંગ લાવી : ભૂગર્ભ ગટરની ફેઝ-2ની કામગીરી માટે રૂ.6.92 કરોડના કામ માટે પણ સરકારમાં દરખાસ્ત, જે મંજુર થયે નવા 1200 ઘરને ભૂગર્ભ ગટર કનેક્શન મળશે

હળવદ : હળવદમાં પાણી માટેના રૂ. 41 કરોડના વિકાસ કામોને સરકારમાંથી લીલીઝંડી મળી છે. ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ આ મામલે સરકારમાં કરેલી રજુઆત સફળ નીવડી છે. આ ઉપરાંત નગરપાલિકાએ ભૂગર્ભ ગટરની ફેઝ-2ની કામગીરી માટે રૂ.6.92 કરોડના કામ માટે પણ સરકારમાં દરખાસ્ત કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ નગરપાલિકાએ અમૃત 2.0 નલ સે જલ પ્રોજેકટ માટે સરકારમાં કામોની દરખાસ્ત કરી હતી. જેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં પીવાના પાણીના સ્ત્રોત માટે બ્રાહ્મણી ડેમમાંથી હળવદ ડબ્લ્યુટીપી સુધી ઈન્ટેકવેલ રાયમિંગ મેઇન લાઈનની કામગીરી માટે 3.58 કરોડ, બ્રાહ્મણી ડેમથી હળવદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી રાઇમિંગ લાઈન માટે 13.47 કરોડ, હળવદ નગરપાલિકા હસ્તકના વોટર ટ્રીટમેન્ટ એમ.એલ.ડી ક્ષમતા માટે 1.81 કરોડ, પંચમુખી વોટર વર્કસ 25 લાખ લિટર સંપ માટે 67 લાખ, શિવ પાર્ક વોટર વર્ક 8 લાખ લિટર માટે 1 કરોડ, તમામ હેડ વર્કસ પર નવી આધુનિક પંપિંગ મશીનરી અને પાણી વિતરણ કરવા નવું ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સહીત 3465 નવા નળ કનેક્શન માટે 13.63 કરોડ મળી પાંચ વર્ષ સુધી ઓપરેશન અને મેન્ટેનન્સ સહિત કુલ રૂપિયા 41.43 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

- text

આ ઉપરાંત ભૂગર્ભ ગટર ફેઝ ટુ માટે ડિસ્ટ્રીબ્યુશન તેમજ જુના ડિસ્ટ્રીબ્યુશનને રિપ્લેસ કરવા પંપિંગ સ્ટેશન બનાવવા તેમજ પંપીંગ મશીનરી સાથે 1200 નવા હાઉસ હોલ્ડ અને ભૂગર્ભ ગટર કનેક્શન સાથે જોડવા ઓપરેશન મેન્ટેનન્સ સાથે રૂપિયા 6.92 કરોડના પ્રોજેક્ટની દરખાસ્ત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનને મોકલવામાં આવી છે.

વધુમાં માધાપરા ગાર્ડન રીનોવેશન એન્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં ગાર્ડનમાં કમ્પાઉન્ડ વોલ, રીનોવેશન, ફેન્સીંગ, કલર કામ, પેવર બ્લોક, પાથવે, રમત ગમતના સાધનો, સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધા પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે રૂપિયા 35.56 લાખ મંજૂર થયેલ છે. જે હાલ ટેન્ડર સ્ટેજમાં છે. આ ઉપરાંત હળવદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સામતસર તળાવ કિનારે નવું ગાર્ડન ડેવલોપમેન્ટ કરવા માટે પ્રોજેક્ટ મંજૂરી માટે મુકેલ છે..જે ગાર્ડન ડેવલોપમેન્ટમાં કમ્પાઉન્ડ વોલ, ગ્રીલ, પ્લાન્ટેશન, સીટીંગ બ્લોક પાર્ટ, ટોયલેટ બ્લોક, ડ્રીંક વોટર રૂમ, સ્ટ્રીટ લાઈટ ફાઉન્ટેન જેવી તમામ સુવિધાઓ આવરી લેવામાં આવેલ છે. જેના માટે રૂપિયા 1.60 કરોડ ખર્ચાશે.

- text