ખોટી રજૂઆતો કરનાર લખધીરપુર ગ્રામ પંચાયતના સભ્યને ડીડીઓએ સસ્પેન્ડ કર્યા 

- text


છેલ્લા એક વર્ષથી મીટીંગોમાં સતત ગેરહાજર રહેતા મહિલા સભ્યને સરપંચે હટાવ્યા 

મોરબી : મોરબીના લખધીરપુર ગામના ગ્રામ પંચાયતના બે સભ્યો સસ્પેન્ડ થયા છે જેમાં મહિલા સદસ્ય એક વર્ષથી મીટીંગોમાં હાજર રહેતા ન હોવાથી સરપંચે અને ખોટી રજૂઆતો કરીને તંત્રને પરેશાન કરતા પુરુષ સદસ્યને મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો.

મોરબી તાલુકાના લખધીરપુર ગ્રામ પંચાયતના સભ્ય રમેશભાઈ દેવરાજભાઈ ખાણધર હોદ્દાનો દુરુપયોગ કરીને, ગ્રામ્ય કક્ષાની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં જઈને દૂર વ્યવહાર કરતાં હોય, પંચાયતના સરપંચ અને ઉપસરપંચ સાથે સતત ખોટી રીતે ઘર્ષણ કરતાં હોવાની, તેમજ ગામમાં દબાણને પ્રોત્સાહન આપતા હોવાની જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરાઈ હતી. તમામ રજૂઆતો અને દલીલો સાંભળ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાએ સભ્ય રમેશભાઈ ખાણધરને ગ્રામ પંચાયતના સભ્ય પદેથી દૂર કરવા હુકમ કર્યો હતો.

- text

જ્યારે બીજા કિસ્સામાં લખધીરપુર ગ્રામ પંચાયતના મહિલા સભ્ય રુક્મણીબેન પરમાર છેલ્લા એક વર્ષથી મિટીંગમાં ગેરહાજર રહેતા હોવા ઉપરાંત ગેરહાજર રહેવાનું કારણ પણ તેઓ પંચાયતને જણાવતા ન હોય સરપંચ દ્વારા પંચાયતની બહુમતીથી રુક્મણીબેન પરમારને સભ્ય પદેથી દૂર કરવા હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.

- text