ખેલમહાકુંભની જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવતી સંસ્કૃતિ ગોહિલ 

- text


મોરબી : ખેલમહાકુંભની જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં ગોહિલ સંસ્કૃતિ દિનેશભાઇએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંસ્કૃતિ એ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની છે. તે એ 1 સ્પોર્ટ્સ એકેડમિના કોચ કુમારભાઈ, ગોપાલભાઈ, પરેશભાઈ અને દેવાંગભાઈ પાસેથી કરાટેનું કોચિંગ મેળવી રહી છે. તેને 2014થી અત્યાર સુધીમાં સ્કેટિંગની સ્પર્ધાઓમાં પણ 21 જેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

- text

- text