લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

- text


મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સનગર ગોકુળ પ્રાથમિક શાળામાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઇસ ગવર્નર રમેશભાઈ રૂપાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય નારા લગાવ્યા હતા. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભુવનભાઈ સી ફુલતરીયા, ખજાનચી મણિલાલ જે કાવર, સભ્યો નાનજીભાઈ મોરડીયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા, પૂર્વ પ્રમુખ અમરશીભાઈ અમૃતિયા, મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કે. કે.પરમાર, લાયન્સનગર ગોકુળ પ્રાથમિક શાળાના આચાર્યા નુતનબેન વરમોરા, સમગ્ર સ્ટાફ તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.

ધ્વજવંદન બાદ બાલ વાટિકાથી ધોરણ 8 સુધી શાળા લેવલે લેવાતી કસોટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય 240 બાળકોને બોલપેન આપી પ્રોત્સાહિત કરાયા હતા. ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ પૂર્ણ થયે બાળકોને પફનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. તેવુ સેક્રેટરી ત્રિભોવનભાઈ સી. ફુલતરીયાની યાદીમાં જણાવાયું છે.

- text

- text