માળીયાના જુના ઘાટીલા સ્કૂલ ખાતે તેજસ્વી દીકરીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાયો

- text


માળીયા(મી.) : આજે 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જુના ઘાંટીલા હાઈસ્કુલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેજસ્વી દીકરીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો અને સરપંચ હેતલબેન જાકાસણીયા અને ઉપસરપંચ કૈલાશભાઈ સુરાણી ના હસ્તે દીકરીને મેડલ તથા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતુ. કુમાર અને કન્યા શાળાના બાળકોએ દેશભક્તિથી ભરપૂર, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના વ્યક્ત કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

- text