માળીયાના ખાખરેચી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની કરાઈ ઉજવણી

- text


પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે ધ્વજ વંદન કરાયું, શાળાના બાળકોએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા

જુદા જુદા ક્ષેત્રના શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારી અધિકારીઓ-કર્મચારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, અને ખેલાડીઓના સન્માન કરાયા

માળીયા : માળિયાના ખાખરેચી ગામે 75માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. આ તકે, પ્રભારી મંત્રીએ પોતાના પ્રવચનમાં ભારત અને ગુજરાત સરકારની જુદી જુદી યોજનાઓની સિદ્ધિ વર્ણવી હતી,

માળીયા તાલુકાના ખાખરેચી ગામે આજે જિલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આંગણવાડી, આરોગ્ય, ખેતીવાડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ફાયર વિભાગ, જિલ્લા પોલીસ સહિતના વિભાગોના ટેબ્લો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તકે, માળીયા તાલુકાની વિવિધ શાળાઓના બાળકોએ દેશભક્તિ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમજ જુદી જુદી સરકારી કચેરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને જુદી જુદી રાજ્ય અને રાષ્ટ્રીય સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરેલ ખેલાડીઓ અને કલાકારોનું પ્રભારીમંત્રી પાનસેરિયા સહિતના મહાનુભવો હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું

આ તકે જિલ્લા કલેકટર જી.ટી. પંડયા, એસપી રાહુલ ત્રિપાઠી, અધિક કલેકટર એસ.જે. ખાચર, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, આરએસએસના ડો. જયંતિભાઇ ભાડેસિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઇ દલવાડી, મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ મીયાત્રા, ખાખરેચી સરપંચ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text