- text
મોરબી : સિરામિક નગરી તરીકે ઓળખાતા મોરબીમાં ટેલેન્ટ પણ ખૂબ જ અનોખું છે. મોરબીના એક મ્યુઝિશિયને નાક વડે કીબોર્ડ પર રાષ્ટ્રગીતની ધુન વગાડીને સૌને અચંબિત કરી દીધા છે.
- text
સામાન્ય રીતે મ્યુઝિશિયન આંગળીઓથી કીબોર્ડ પર ધુન વગાડતાં હોય છે પરંતુ મોરબીના શિક્ષક નાગરાજ રાજપૂતે નાક વડે કીબોર્ડ પર રાષ્ટ્રગીતની ધૂન વગાડી છે. મહત્વનું છે કે નાગરાજ રાજપૂત મોરબીમાં સૌપ્રથમ ફ્રી સંગીત ક્લાસ ચલાવી રહ્યા છે. વધુ માહિતી માટે તેમના શ્રી રામ મ્યુઝિક ક્લાસ મો.નં. 8160090373 સંપર્ક કરી શકાય છે.
- text