મોરબીના રાજપર રોડ અને ટીંબડી પાટિયા નજીકથી 4 જુગારીઓ પકડાયા

- text


મોરબી તાલુકા પોલીસે જુગારના બે અલગ અલગ દરોડા પાડ્યા

મોરબી : મોરબી તાલુકા પોલીસે જુગાર અંગેની બે અલગ અલગ કાર્યવાહીમાં રાજપર રોડ અને ટીંબડી પાટિયા નજીકથી જુગાર રમી રહેલા ચાર શખ્સોને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ કાર્યવાહીમાં મોરબી તાલુકા પોલીસે રાજપર ગામની સીમ, મામાના મંદિર પાસે જાહેરમાં ગંજીપતાનો જુગાર રમી રહેલા આરોપી અનિલભાઈ શાંતિભાઈ ચાવડા અને અશ્વિનભાઈ જીવરાજભાઈ શનાળિયાને 450ની રોકડ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બીજી કાર્યવાહીમાં મોરબી તાલુકા પોલીસે ટીંબડી ગામના પાટિયા પાસે બસ સ્ટોપ પાછળ આવેલ બંધ દુકાનની લાઇટ નીચે નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી જયેશભાઇ માણેકલાલ ત્રિવેદી અને અર્જુનભાઇ જીવનભાઈ રાજપૂતને 510 રૂપિયા રોકડા સાથે ઝડપી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text