25 જાન્યુઆરીનો ઇતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે..

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 25 જાન્યુઆરીને ગુરુવાર છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે વિક્રમ સંવત 2080, પોષ પૂર્ણિમા છે. આજે ભારતનો રાષ્ટ્રીય મતદાતા દિવસ અને હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ છે. ત્યારે આપણે જાણીએ આજની તારીખે બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે..

મહત્વપૂર્ણ ઘટનાઓ

1565 – તેલ્લીકોટાના યુદ્ધમાં વિજયનગર સામ્રાજ્યનો નાશ થયો.

1579 – ડચ રિપબ્લિકની સ્થાપના થઈ.

1755 – મોસ્કો યુનિવર્સિટીની સ્થાપના થઈ.

1831 – પોલેન્ડની સંસદે સ્વતંત્રતા જાહેર કરી.

1839 – ચિલીમાં આવેલા ભૂકંપમાં 10,000 લોકો માર્યા ગયા.

1881 – થૉમસ ઍડિસન અને એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ઓરિએન્ટલ ટેલિફોન કંપનીની રચના કરી.

1915 – એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે યુ.એસ. આંતરદ્વિપીય ટેલિફોન સેવાનું ઉદ્‌ઘાટન કર્યું, તેમણે સાન ફ્રાન્સિસ્કોથી ન્યૂ યૉર્ક ખાતેના તેમના સહાયક થોમસ વોટસન જોડે ટેલિફોનિક વાત કરી.

1924 – ફ્રેન્ચ આલ્પ્સમાં ચેમોનિક્સ ખાતે સૌ પ્રથમ શીતકાલીન (વિન્ટર) ઓલિમ્પિક્સ રમતોત્સવનું ઉદ્‌ઘાટન થયું.

1947 – થોમસ ગોલ્ડસ્મિથ જુનિયરે સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક ગેમ “કેથોડ રે ટ્યુબ એમ્યુઝમેન્ટ ડિવાઇસ” માટે પેટન્ટ નોંધણી કરાવી.

1950 – ભારતમાં 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઇ.

1952 – ફ્રાન્સ અને જર્મની વચ્ચે સારના વહીવટને લઈને વિવાદ થયો.

1959 – બ્રિટને પૂર્વ જર્મની સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા.

1969 – અમેરિકા અને ઉત્તર વિયેતનામ વચ્ચે પેરિસમાં શાંતિ મંત્રણા શરૂ થઈ.

1971 – હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ. હિમાચલ પ્રદેશને સંપૂર્ણ રાજ્ય જાહેર કરવામાં આવ્યું.

1975 – શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બન્યા.

1980 – મધર ટેરેસાને ભારત રત્નની સમ્મનિત કરવામાં આવ્યા.

1983 – આચાર્ય વિનોબા ભાવેને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત.

1991-સર્બિયા અને ક્રોએશિયાના નેતાઓ યુગોસ્લાવિયામાં અશાંતિ – તણાવને દૂર કરવા માટે મળ્યા હતા.

1992 – રશિયન પ્રમુખ બોરિસ યેલ્સિનને અમેરિકન શહેરોને નિશાન બનાવતી પરમાણુ મિસાઇલોને દૂર કરવાની જાહેરાત કરી.

1994 – તુર્કીનો પ્રથમ ટેલિકોમ્યુનિકેશન સેટેલાઇટ ‘તુર્કસાટ ફર્સ્ટ’ એટલાન્ટિક મહાસાગરમાં ક્રેશ.

1996 – બિલી બેઈલી અમેરિકામાં ફાંસી પર લટકાવવામાં આવેલી છેલ્લી વ્યક્તિ બન્યા.

1998 – લશ્કર-એ-તોયબા દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ગંડરબાલ નજીક વાંધામા ગંડરબાલ હત્યાકાંડ આચરવામાં આવ્યો જેમાં ચાર બાળકો, નવ મહિલાઓ અને ૧૦ પુરુષોની હત્યા સહિત ૨૩ કાશ્મીરી હિંદુઓની હત્યા કરવામાં આવી.

2002 – અર્જુન સિંહ ભારતીય વાયુસેનાના પ્રથમ ‘એર માર્શલ’ બન્યા.

2003 – ચીનના લોકશાહી તરફી નેતા ફેંગ જુને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા.

2004- સ્પેસક્રાફ્ટ ઓપોર્ચ્યુનિટી મંગળ પર સફળતાપૂર્વક લેન્ડ થયું.

- text

2005 – મહારાષ્ટ્રના સતારામાં સ્થિત એક દેવી મંદિરમાં નાસભાગથી 300 થી વધુ લોકોના મોત થયા.

2006 – LTTE ચીફ પ્રભાકરન જીનીવામાં મંત્રણા માટે સંમત થયા.

2008 – સરકારે વર્ષ 2008 માટે 13 લોકોને પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરી હતી. –

પાકિસ્તાની સેનાએ શાહીન-1 (હતફ-IV)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, જે પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ મધ્યમ અંતરની મિસાઈલ છે.

2010 – ઈરાકની રાજધાની બગદાદમાં ત્રણ મિની બસોમાં બોમ્બ વિસ્ફોટ કરીને હોટેલોને નિશાન બનાવવામાં આવી હતી. ઓછામાં ઓછા 36 લોકો માર્યા ગયા અને 71 લોકો ઘાયલ થયા.

2015 – મિસ કોલંબિયા પોલિના વેગા વર્ષ 2014ની મિસ યુનિવર્સ બની.

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

1824 – માઈકલ મધુસુદન દત્ત – બંગાળી ભાષાના પ્રખ્યાત કવિ અને નાટ્યકાર (અ. ૧૮૭૩)

1863 – રમાબાઈ રાનડે, ભારતીય સામાજીક કાર્યકર્તા (અ. ૧૯૨૪)

1874 – બ્રિટિશ સાહિત્યકાર સમરસેટ મોમ

1882 – વર્જિનિયા વુલ્ફ

1894 – પરશુરામ મિશ્રા – ભારતના પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી અને શિક્ષણશાસ્ત્રી.

1908 – રમણલાલ સોની, ગુજરાતી ભાષાના બાળસાહિત્યકાર, અનુવાદક અને સામાજીક કાર્યકર (અ. ૨૦૦૬)

1930 – જેન્દ્ર અવસ્થી – ભારતના પ્રખ્યાત લેખક, પત્રકાર અને ‘કાદમ્બિની પત્રિકા’ના સંપાદક.

1937 – પદ્મારાણી, ગુજરાતી અને હિન્દી ચલચિત્ર તથા રંગમંચ અભિનેત્રી (અ. ૨૦૧૬)

1958 – કવિતા કૃષ્ણમૂર્તિ – ભારતીય સિનેમાના પ્રખ્યાત ગાયીકા.

1960 – કૌશલ કિશોર – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને 16મી લોકસભાના સાંસદ.

1981 – અલિસિયા ઓગેલો કૂક, અમેરિકન રેકોર્ડિંગ કલાકાર, સંગીતકાર અને અભિનેત્રી

1988 – ચેતેશ્વર પુજારા, ભારતીય ક્રિકેટર

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1918 – વિલિયમ વેડરબર્ન – રાજકીય પક્ષ કોંગ્રેસના અધ્યક્ષ

1924 – રમાબાઈ રાનડે, ભારતીય સામાજીક કાર્યકર્તા (જ. ૧૮૬૩)

1953 – નલિની રંજન સરકાર – એક ભારતીય ઉદ્યોગપતિ, અર્થશાસ્ત્રી અને જાહેર નેતા

1969 – અનંતા સિંહ – ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી

1976 – સ્વામી આનંદ, નિબંધકાર, કોશકાર અને સાધુ (જ. ૧૮૮૭)

1999 – જી. જી. સ્વેલ – ભારતની લોકસભાના ડેપ્યુટી સ્પીકર

2001 – વિજયારાજે સિંધિયા – ગ્વાલિયરના રાજમાતા અને ભારતીય જનતા પાર્ટી’ના પ્રખ્યાત નેતા

2013 – બળવંત પારેખ, ભારતીય ઉદ્યોગપતિ અને પિડિલાઇટ ઉદ્યોગ સમૂહના સ્થાપક (જ. ૧૯૨૫)

2016 – પદ્મારાણી, ગુજરાતી અને હિન્દી ચલચિત્ર તથા રંગમંચ અભિનેત્રી (જ. ૧૯૩૭)

2018 – જલન માતરી, ગુજરાતી ગઝલકાર (જ. ૧૯૩૪)

2019 – ક્રિષ્ના સોબતી – પ્રખ્યાત લેખક, જેમણે પોતાની અનન્ય પ્રતિભાથી હિન્દીની વાર્તા-ભાષાને અજોડ તાજગી અને પ્રેરણા આપી.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text