હળવદની સાંદિપની ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓ વાહન વ્યવહાર અંગેના નિયમોથી વાકેફ થયા

- text


હળવદ : હળવદની સાંદિપની ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓને વાહન ચલાવવા અંગેના નિયમોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી- ગુજરાત રાજ્ય ગાંધીનગર અંતર્ગત રાષ્ટ્રીય માર્ગ સલામતી-2024 અન્વયે જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી- મોરબીના અધિકારીઓ દ્વારા આજે સાંદિપની ઈંગ્લિશ સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દોરણ 8 થી 12ના 600 જેટલા વિદ્યાર્થીઓને વાહન ચલાવવા બાબતના નિયમોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. 18 વર્ષ પૂર્ણ થયા પછી લાઈસન્સ મેળવવું, વાહન ચલાવતી વખતે હેલમેટ પહેરવું, ફોર વ્હીલ વાહનમાં સીટ બેલ્ટ બાંધવો, હાઈવે પર વિવિધ નિશાનોને ઓળખવા, વાહન સ્પીડ લીમીટમાં ચલાવવું વગેરે જેવા સલામતી માટેના મુદ્દાઓની સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરટીઓ ઈન્સ્પેક્ટર એ.આર.સૈયદનો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.

- text

- text