વાંકાનેરની લિટલ સ્ટાર એકેડમીમાં રામોત્સવની રંગે ચંગે ઉજવણી 

- text


વાંકાનેર : અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે ભાટિયા સોસાયટીમાં, ભુરીયા હનુમાનજી મંદિરની સામે આવેલી લિટલ સ્ટાર એકેડમીમાં રામોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ ભૂલકાઓએ રામ, લક્ષ્મણ, જાનકી, શબરી હનુમાનજી આ બધા પાત્રો બનીને જય જય શ્રી રામના નારા સાથે સૌના મન હરી લીધા હતા. ખરેખર બાળકોના હૃદયમાં પણ ભગવાન બિરાજમાન છે એ જોવાનો અવસર અમૂલ્ય હતો. જે બદલ લીટલ સ્ટાર એકેડમી બાળકોને ખૂબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે.

- text

- text