વાંકાનેરના બોગસ ટોલનાકા પ્રકરણમાં ભાજપ અગ્રણી સહિત ત્રણ આરોપીઓ જામીન મુક્ત

- text


વાંકાનેર : બામણબોર કચ્છ હાઇવે ઉપર આવેલા વાંકાનેરના વઘાસિયા નજીકના બહુચર્ચીત બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણમા નામદાર વાંકાનેર અદાલતે ભાજપ અગ્રણી સહિત ત્રણ આરોપીઓને જામીન મુક્ત કરવા આદેશ કર્યો છે.

બામણબોર – કચ્છ હાઇવે ઉપર આવેલ વાંકાનેર તાલુકાના વઘાસિયા ટોલનાકાની સમાંતર બોગસ ટોલનાકુ ચલાવવા મામલે સીદસર ઉમિયાધામના પ્રમુખના પુત્ર સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયા બાદ વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અને ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની પોલીસે વઘાસિયા ગામની સીમમાંથી ધરપકડ કરી હતી જે બાદ 20 જાન્યુઆરીના રોજ ત્રણેય આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરાયા હતા.

- text

વધુમાં જેલ હવાલે થયેલા ત્રણેય આરોપીઓએ વાંકાનેર કોર્ટમાં જામીન અરજી કરતા આજરોજ જામીન અરજીની સુનાવણીમાં વાંકાનેરના યુવા એડવોકેટ અને વાંકાનેર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ મયુરસિંહ એસ.પરમારની
ધારદાર દલીલો અને સુપ્રીમ કોર્ટને લગતા વિવિધ ચુકાદાઓ જામીન અરજીમાં રજૂ કરેલ જે ચુકાદાઓને ધ્યાનમાં રાખીને નામદાર અદાલતે હાલની રેગ્યુલર જામીન અરજી મંજુર કરેલી છે.

નામદાર વાંકાનેર અદાલતે આરોપીને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવાનું હુકમ કરેલ છે આ કામમાં આરોપી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની વતી વાંકાનેર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ મયુરસિંહ એસ પરમાર, એડવોકેટ ભગીરથસિંહ જાડેજા, વિજય આર.બાંભવા અને યોગીરાજસિંહ ઝાલા રોકાયેલા હતા.

- text