મોરબીમાં એસપી રોડ ઉપર 22મીએ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવાશે, ભવ્ય શોભાયાત્રા નીકળશે

- text


શોભાયાત્રામાં અંદાજે 5 હજાર જેટલા લોકો જોડાશે : અયોધ્યાધામ ખાતે બાળાઓ રામરાસ રજૂ કરશે : મહાઆરતી, મહાપ્રસાદ અને બાઇક રેલીનું પણ આયોજન

મોરબી : મોરબીમાં એસપી રોડ ઉપર 22મીએ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ વેળાએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે.

અયોધ્યા ખાતે આગામી 22મીએ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેની દેશભરમાં ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત એસપી રોડ ખાતે પણ છેલ્લા એક મહિનાથી ભવ્ય ઉજવણી કરવા તૈયારીઓ ચાલી રહી છે. અહીં 22મીએ ભવ્ય શોભાયાત્રા નીકળશે. સવારમાં 8 વાગ્યે એસપી રોડના નાકેથી શોભાયાત્રા નીકળશે. જેમાં ભગવા વસ્ત્રો સાથે અંદાજે 5 હજાર જેટલા લોકો સહભાગી બનશે. આ શોભાયાત્રા એસપી રોડની તમામ સોસાયટીઓમાં ફરશે. જેમાં વાનરો, સબરી સહિતના પાત્રો અને ઘોડાગાડી સહીતના આકર્ષણો હશે.

- text

આ શોભાયાત્રા અયોધ્યા ધામ સુધી પહોંચશે. જ્યાં બળાઓ રામરાસની સુંદર પ્રસ્તુતિ કરશે. ત્યારપછી મહાઆરતી અને મહાપ્રસાદ યોજાશે. સાંજે એસપી રોડથી લઇ ગેંડા સર્કલ સુધી ભવ્ય બાઇક રેલી પણ યોજવામાં આવશે. બાદમાં ફટાકડા ફોડીને આ મહોત્સવની ઉજવણી કરાશે.

- text