ખેલ મહાકુંભની ખો ખો સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવતી ગાંગીયાવદર પ્રા.શાળા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ અમરસિંહજી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં યોજાયો હતો. જેમાં ગાંગીયાવદર પ્રાથમિક શાળાએ ખો-ખો રમતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિઠ્ઠલપર પ્રાથમિક શાળાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલું છે. ખોખો રમતમાં 20 ટીમોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ખૂબ ખેલદિલી દાખવી રમત રમી હતી.

- text

- text