મોરબીના ઉદ્યોગપતિને મેડિકલ વીમાના રૂ.૫ લાખ ન ચૂકવનાર કંપનીને ગ્રાહક અદાલતની લપડાક

- text


રૂ.૫ લાખ ૯ ટકાના વ્યાજ સાથે અને રૂ.૧૦ હજાર ખર્ચ પેટે ચૂકવવા કોર્ટનો હુકમ

મોરબી : મોરબીના એક ઉદ્યોગપતિનો મેડિકલ વીમો હોય, તેઓએ હોસ્પિટલમાં સારવાર લીધી છતાં રૂ.પાંચ લાખ વીમા કંપની દ્વારા મંજુર ન કરવામાં આવતા ગ્રાહક અદાલતે ગ્રાહક તરફે ચુકાદો આપી વીમા કંપનીની મનમાની સામે દાખલો બેસાડ્યો છે.

મોરબીના ઉદ્યોગપતિ સવજીભાઈ ત્રિભોવનભાઈ કાલરીયાએ કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેડીકલ વીમો લીધેલ હતો. તેઓએ તા.૭/૯/૨૦૨૦ નાં રોજ કોરોનામાં તબીયત લથડતાં અમદાવાદ એપોલો હોસ્પીટલમાં સારવાર લીધેલ હતી. તેનો ખર્ચ પાંચ લાખ આવતાં વીમા કંપનીએ ઉંચા હાથ કરી નાખ્યા હતા. સવજીભાઈનો કેસ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક અદાલતમાં દાખલ કરતા ગ્રાહક અદાલતે વીમા કંપની ને રૂ.પાંચ લાખ તા.૨૦/૦૪/૨૦૨૩ થી ૯ ટકાના વ્યાજ સાથે અને રૂ.૧૦ હજાર ખર્ચ પેટે ચૂકવવાનો હુકમ કરેલ છે.

- text

આ મામલે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું કે કોરોના હોઈ કે અકસ્માત વીમા કંપનીને વીમો ચુકવવો ગમતો નથી. મોરબીના ઉદ્યોગપતિ સવજીભાઈ ત્રિભોવનભાઈ કાલરીયાએ કેર હેલ્થ ઈન્સ્યોરન્સમાં પાંચ લાખનો વીમો લીધો હતો. પ્રથમ મોરબી કોરનાની સારવાર લીધી પછી તબીયત લથડતાં અમદાવા એપોલો હોસ્પીટલમાં દાખલ થયેલ. ત્યાં પાંચ લાખનુ બીલ આપેલ હતું. વીમા કંપની એ એવા જવાબ રજુ કર્યા કે રાજકોટ કોપોરેશનની હદમાં આવતી હોસ્પીટલ કરતાં અમદાવાદનુ ભાડુ વધારે છે અને અમુક કાગળો માંગેલ હતા. ગ્રાહકે કાગળ આપેલ છતાં સાચા ખોટા બહાના બતાવી વીમો નામંજુર કરેલ હતો. જેથી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ કરતાં ગ્રાહકની જીત થઈ છે. ગ્રાહકે પોતાના હક માટે લડવુ જોઇએ. કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઈ મહેતા મો. ૯૮૨૫૭ ૯૦૪૧૨ અને મંત્રી રામભાઈ મહેતા ૯૯૦૪૭ ૯૮૦૪૮નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text