હળવદમાં સેન્ટીંગના કામ બાબતે થયેલ હત્યામાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ 

- text


હળવદ : હળવદમાં સેન્ટીંગના કામ બાબતે ત્રણ ભાઈઓ ઉપર તીક્ષ્ણ હથિયારો દ્વારા થયેલા હિચકારા હુમલામાં ત્રણ ભાઈ પૈકી એક ભાઈનું સારવાર દરમિયાન મોત નિપજતા હત્યાના આ બનાવમાં મૃતકના ઈજાગ્રસ્ત ભાઈએ હળવદ પોલીસમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણે શખ્સ સામે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓને પકડી પાડવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા અને સેન્ટીંગ કામ કરતા રવિભાઈ ખોડાભાઈ સોનગ્રા, જયદીપભાઇ ખોડાભાઈ સોનગ્રા અને હિરેનભાઈ ખોડાભાઈ સોનગ્રા રહે.નવા ઇસનપુર વાળાઓએ હળવદ શહેરના ગોરી દરવાજા શિવાલય ફ્લેટ રામજીભાઈના મકાનમાં સેન્ટિંગનું કામ કરતા હતા ત્યારે આરોપીનટુભાઇ ઉર્ફે દાઢી ડુંગરભાઇ પરમાર રહે.હળવદ સાથે મૃતક રવિભાઈને કામ બાબતે બોલાચાલી થતા નટુભાઇ ઉર્ફે દાઢી ડુંગરભાઇ પરમાર તેના પુત્ર સાહીલ નટુભાઇ ઉર્ફે દાઢી પરમાર અને એક અજાણ્યા શખ્સે ગાળો આપી ઝઘડો કરી બાદમાં સળીયા, ખંપારો તેમજ છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત રવિભાઈ ખોડાભાઈ સોનગ્રાનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજ્યું હતું. જ્યારે હિરેનભાઈ અને જયદીપભાઇની સારવાર ચાલી રહી હતી.

- text

આ હિચકારા હુમલામાં સારવાર દરમિયાન હત્યામાં મૃત્યુ પામેલ રવિભાઈ ખોડાભાઈ સોનગ્રાના ભાઈ જયદીપ ખોડાભાઈ સોનગ્રાની ફરિયાદને આધારે હત્યાના આરોપી નટુભાઇ ઉર્ફે દાઢી ડુંગરભાઇ પરમાર, સાહીલ નટુભાઇ ઉર્ફે દાઢી પરમાર તથા એક અજાણ્યો માણસ બધારહે. હળવદ તા.હળવદ જી.મોરબી એમ કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- text