વાંકાનેરમાં દારૂ-બિયરની ૨૨૧૦ બોટલ તથા ટીનનો રોડ રોલર ફેરવીને કરાયો નાશ 

- text


વાંકાનેર : વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ મથકમાં ૧૦ ગુનાઓમાં પકડાયેલ દારૂ અને બિયરની ૨૨૧૦ બોટલ તથા ટીનનો આજે રોડરોલર ફેરવીને નાશ કરી નાખવામાં આવ્યો હતો.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા અલગ-અલગ કુલ-૧૦ ગુન્હાઓમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજરોજ વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે નજીક ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરથ પાસે આવેલ જુના પડતર રોડ ઉપર બંન્ને પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ કુલ બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ-૨૨૧૦ કી.રૂ.૩,૬૫,૩૩૫/- ની કીંમતનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

- text

આ વાળાએ વાંકાનેર પ્રાંત એસ.એમ ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા, ઈન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી શાખા-રાજકોટ એસ.આર મોરી, સર્કલ પો.ઈન્સ વી.પી. ગોલ, પોલીસ ઈન્સ્પેક્ટર વાંકાનેર સીટી પો.સ્ટે પી.ડી. સોલંકી, પોલીસ સબ ઈન્સ્પેક્ટર વાંકાનેર તાલુકા પો.સ્ટે એલ.એ.ભરગા તથા સ્થાનિક પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા..

- text