મોરબીમાં બાળકનું ધડ-માથું મળવાના બનાવમાં ફોરેન્સિક ટિમ અને ડોગ સ્ક્વોડની મદદ લેતી પોલીસ

- text


બાળકની ઓળખ હજુ પણ ન મળી : ટ્રેન હેઠળ આવી જતા મોત નીપજ્યું હોવાનું તારણ

મોરબી : મોરબીમાં બાળકનું ધડ અને માથું અલગ અલગ મળવાના બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. પોલીસે ફોરેન્સિક ટિમ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી છે. જો કે હજુ સુધી બનાવનો ભેદ ઉકેલવા માટે કોઈ કડી મળી ન હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશનથી વાંકાનેર તરફની રેલવે લાઇન ઉપર 3થી 4 વર્ષના માસૂમ બાળકનું અડધા કપાયેલા અંગ એટલે ધડ મળી આવ્યાની ઘટના બાદ આ ઘટનાસ્થળ નજીકથી બાળકનું માથું પણ મળી આવ્યુ હતું. આથી પોલીસે આ બનાવનું કારણ જાણવા સમગ્ર મૃત બાળકની લાશનું ફોરેન્સિક પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આ બનાવનો ભેદ ઉકેલવા માટે ફોરેન્સિક ટિમ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી છે.

- text

પોલીસે જાહેર કર્યા મુજબ બાળકે લીલા, ક્રીમ અને લાલ આડા પટ્ટા વાળું સ્વેટર પહેર્યું હતું. શર્ટમાં સફેદ ડિઝાઇન હતી અને બ્લુ પેન્ટ હતું. આ બાળકનું ટ્રેન નીચે આવી જતા મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે. હાલ સુધી બાળકની ઓળખ થઈ શકી નથી. જો કોઈને બાળક અંગે જાણ હોય તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- text