મોરબી, હળવદ અને ટંકારામા પ્રતિબંધિત ચાઈનીઝ માંજા સાથે ત્રણ પકડાયા

- text


મોરબી : મોરબી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ઉત્તરાયણ પર્વ પક્ષીઓ તેમજ માનવજાત માટે ઘાતક ચાઈનીઝ દોરાના વેચાણ અને ઉપયોગ કરનારાઓ સામે સતત કામગીરી ચાલુ રાખી હતી અને ગઈકાલે મોરબી, હળવદ અને ટંકારામાંથી ત્રણ શખ્સોને પ્રતિબંધિત ચાઈનીઝ માંઝા સાથે ઝડપી લઈ કાનૂની કાર્યવાહી કરી હતી.

ચાઈનીઝ દોરા અંગેની ઝુંબેશમાં મોરબી શહેરમાં સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ગામ પાછળ મયુરનગરમાંથી આરોપી રાહુલભાઈ સુરેશભાઈ મકવાણાને મોનો સ્કાય બ્રાન્ડ ઘાતક દોરાની 7 ફીરકી કિંમત રૂપિયા 1400 સાથે ઝડપી લીધો હતો.

- text

જ્યારે હળવદ શહેરના સહજાનંદનગરમાંથી એલસીબી પોલીસે ચેતન ગેલાભાઈ સારલાના રહેણાંક મકાનમાં છાપો મારી આરોપીને ચાઈનીઝ દોરાની 24 ફીરકી કિંમત રૂપિયા 4800 સાથે પકડી પાડ્યો હતો. આ ઉપરાંત ટંકારા પોલીસે નેકનામ ગામેથી આરોપી હસમુખભાઈ ખોડાભાઈ નડિયાપરાને પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની એક ફીરકી કિંમત રૂપિયા 500 સાથે પકડી પાડી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

- text