વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ રાજકોટ દ્વારા વાંકાનેરમાં NPSના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજાયું

- text


વાંકાનેર : વાંકાનેર ખાતે વેસ્ટન રેલ્વે મજદુર સંઘ દ્વારા એનએફઆઈઆરના આહવાનને લઈને NPSના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજાયું હતું.

તારીખ 8 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી સુધી એનપીએસ રદ કરવા માટે સમગ્ર રાજકોટ ડિવિઝનમાં મંડળ મંત્રી હિરેનભાઈ મહેતાની આગેવાની હેઠળ સમગ્ર ડિવિઝનમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે 9 જાન્યુઆરીએ વાંકાનેર ખાતે એનપીએસને રદ કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ‘એનપીએસ રદ કરો, ઓપીએસ લાગુ કરો’ તેમજ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી એનપીએસ રદ કરવા માટે માંગ કરવામાં આવી હતી.

- text

આવનારા દિવસોમાં એનપીએસ રદ કરવામાં નહીં આવે તો એનએફઆઈઆર તેમજ વેસ્ટન રેલવે મજદુર સંઘ દ્વારા ભૂખ હડતાલ તેમજ રેલ રોકો આંદોલન કરવામાં આવશે. મંડળ મંત્રી હિરેન મહેતાની આગેવાની હેઠળ આર.એચ. જાડેજા ,મહેન્દ્રસિંહ, રણવીર સિંહ, ભગીરથસિંહ, લાલાભાઇ, અબ્દુલભાઈ, ઇસ્માઈલભાઈ, મનોજ ઠાકર, મહાવીરસિંહ, જીતુભાઈ, મહેશ ભાટી, ફતેહ મહમદ, જાનીભાઈ, મનિષ સી, રામજીભાઈ, મહેશભાઈ અને આ ઉપરાંત રાજકોટ થી આવેલા કેતન ભટ્ટી, શેરાવતભાઈ, વસાવડાભાઈ તેમજ રેલવેના અનેક કર્મચારી ભાઈઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. હિરેન મહેતાએ જણાવ્યું હતું કે, એનપીએસ સમયસર રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં જલદ આંદોલન આપીને એનપીએસ હટાવવા માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ પ્રસ્તાવને તમામ રેલવે કર્મચારીઓએ સંપૂર્ણ સહમતિ આપીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પોકારીને તેમનો રોષ પ્રગટ કર્યો હતો.

- text