મોરબી સારથી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મફત કાનુની સલાહ કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબીના સારથી ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2024નાં દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારે મફત કાનુની સલાહ કેમ્પનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રથમ કેમ્પ તા. 12 જાન્યુઆરીના સવારે 10:30 થી 1:30 કલાકે સારથી ફાઉન્ડેશન, સી/ઓ,આર.કે.માધવાણી (એડવોકેટ), ઘનશ્યામ ચેમ્બર, પ્રથમ માળ, જુના મહાજન ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મોરબીના ખ્યાતનામ એડવોકેટ કોઈપણ કેસને લગતી મફત કાનુની સલાહ આપશે. આ કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે. રજીસ્ટ્રેશન માટે 9898129342, 9909960065 પર ફોન કરીને સંપર્ક કરવાનો રહેશે. લાભાર્થીઓએ જરૂરી કેસ પેપર્સ સાથે લાવવાના રહેશે તેમ સારથી ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text

- text