મોરબીની 4 સીરામીક ફેકટરીઓમાં સેન્ટ્રલ જીએસટીના દરોડા

- text


લેપટોપ પેન ડ્રાઈવ હાર્ડ ડિસ્ક સહિતના હિસાબને લગતા ડીઝીટલ સાહિત્ય જપ્ત કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું

મોરબી : મોરબીમાં આજે 4 સીરામીક ફેકટરીમાં સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનું અને આ 4 પેઢીમાંથી લેપટોપ પેન ડ્રાઈવ હાર્ડ ડિસ્ક સહિતના હિસાબને લગતા ડીઝીટલ સાહિત્ય જપ્ત કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

- text

મોરબી સિરામિક ઝોનમાં આલ્ફાન્સો, એક્યુઝા, એવેનઝર સહિતની 4 ફેકટરીમાં બેનામી વ્યવહારોની ફરિયાદ વચ્ચે આજે સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન લેપટોપ પેન ડ્રાઈવ હાર્ડ ડિસ્ક સહિતના હિસાબને લગતા ડીઝીટલ સાહિત્ય કબ્જે કરી હજુ દરોડાની કાર્યવાહી ચાલુ છે. હજુ પણ આ દરોડાની કાર્યવાહી ચાલુ હોવાની માહિતી સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હજુ સેન્ટ્રલ જીએસટીની ટીમેં ચેકિંગ હાથ ધરી બેનામી વહેવારો અંગે તપાસ ચાલી રહી છે. સેન્ટ્રલ જીએસટીના દરોડાથી સીરામીક આલમમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે જ્યારે દરોડા દરમિયાન અનેક સીરામીક ફેક્ટરીઓના તેમજ ટ્રેડિંગ કંપનીઓના નામ પણ જીએસટી વિભાગને હાથે લાગ્યા છે. જેના તાર આ પેઢીઓ સાથે સંકળાયેલા હોય સેન્ટ્રલ જીએસટીની સંપૂર્ણ તપાસ બાદ મોટા બેનામી વ્યહારો બહાર આવે તેવી શકયતાઓ જોવાઇ રહી છે.

- text