શ્યામ હોસ્પિટલમાં હાડકાની તકલીફો અને સર્જરી માટે આજથી એક મહિનો ફ્રી નિદાન કેમ્પ

નિષ્ણાંત સર્જન ડો.યશ કડીવાર અને ડો. ઋષિ વાંસદડિયા આપશે સેવા : ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે રાહતદરે ઓપરેશન પણ કરી અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની શ્યામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં હાડકાની તકલીફો માટે આજે સોમવારથી એક મહિનો ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પનો લાભ લેવા તમામ દર્દીઓને અનુરોધ કરાયો છે.

અહીં તા.1થી 31 જાન્યુઆરી દરમિયાન હાડકાની તકલીફો માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. યશ કડીવાર ( ટ્રોમા & જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ) તથા ડો. ઋષિ આર. વાંસદડિયા

(એમએસ – જનરલ & લેપ્રોસ્કોપીક સર્જન) સેવા આપવાના છે. આ કેમ્પમાં ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે રાહતદરે ઓપરેશન પણ કરી આપવામાં આવશે.

હાડકા વિભાગમાં ડો. યશ કડીવાર સેવા આપે છે. જેઓ ભાંગ તૂટ, જટિલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રોમા, વાહન અકસ્માત, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ગોઠણ, ખભા, ગરદન તથા પીઠના મણકા, ગાદીના દુખાવા, જન્મજાત ખોડ ખાપણ તથા વાકા ચૂંકા પગની સારવારમાં નિષ્ણાંત છે.

જ્યારે સર્જરી વિભાગમાં ડો.ઋષિ વાંસદડિયા સેવા આપે છે. જેઓ એપેન્ડિક્સ, હાઇડ્રોસિલ (વધરાવળ), સારણગાંઠ, હરસ-મસા, ભગંદર, સ્તનની ગાંઠ, થાઇરોઇડ, પિત્તાશયની ગાંઠ, ગેંગ્રીન તથા નાસુર, આંતરડામાં કાણું/અટકાવ વગેરે ઓપરેશનના નિષ્ણાંત છે.


કેમ્પ : તા.1થી 31 જાન્યુઆરી

શ્યામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ

9- સાવસર પ્લોટ,

એબીઓ લેબની બાજુમાં, મોરબી

હેલ્પલાઈન નં. 9099985207