ઘરધણી લગ્નમાં ગયા અને તસ્કરો હાથફેરો કરી ગયા ! ખાખરાળા ગામે થયેલ ચોરી અંગે ફરિયાદ દાખલ

- text


મોરબીના ખાખરાળા ગામે બે સગાભાઈઓના મકાનોમાંથી રૂ.6.14 લાખની ચોરી થઈ

મોરબી : મોરબીના ખાખરાળા ગામે બાજુબાજુમાં રહેતા બે સગાભાઈઓ પોતાના પરિવાર સાથે એક લગ્ન પ્રસંગમાં ગયા બાદ પાછળથી તેમના બંધ મકાનોને કોઈ અજાણ્યા શખ્સોએ નિશાન બનાવીને બન્નેના ઘરને સાફ કરી નાખ્યા હતા. ગત 24 જાન્યુઆરીએ બનેલી આ ચોરીના ઘટનામાં હવે બન્ને સગાભાઈઓના મકાનમાંથી રૂ. 6.14 લાખની માલમતાની ચોરીની ફરિયાદ કરતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મોરબીના ખાખરાળા ગામે બાજુબાજુ અલગ અલગ મકાનોમાં રહેતા રહીમભાઈ અલીભાઈ સુમરા અને તેમના ભાઈ મુસ્તાકભાઈ અલીભાઈ સુમરા ગત તા. 24ના રોજ પત્ની બાળકો સહિત પરિવારજનો સાથે મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા તેમના મામાના દીકરાના દીકરીના લગ્ન પ્રસંગમાં ગયા હતા. પાછળથી કોઈ અજાણ્યા શખ્સોએ ધોળા દિવસે બન્ને ભાઈઓના મકાનોમાં ખાતર પાડ્યું હતું. દરમિયાન બપોરે તેમના પેંશનર માતા લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે આવી ગયા હતા. આથી તેમના માતાએ ફોન કરીને પુત્રોને ઘરમાં ચોરી થઈ હોવાની જાણ કરતા બંને ભાઈઓ પરિવાર સાથે ઘરે આવતા ઘરની વેરવિખેર અને તાળા તૂટેલા તેમની માતાના પેન્શનની બચતની રોકડ અને સોના ચાંદીના દાગીના ગાયબ થતા મોટી ચોરી થઈ હોવાનું બહાર આવતા આ બન્ને ભાઈઓએ ઘરની તપાસ કરીને કુલ કેટલા મુદામાલની ચોરી થઈ તેની નક્કર વિગતો મેળવી ગઈકાલે રોકડ, દાગીના સહિત કુલ રૂ. 6.14 લાખના મુદામાલની ચોરી થયાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

- text